ફિલ્ડ વર્કર યુવાનોનું બેફામ શોષણ, લઘુત્તમ વેતન ચૂકવાતુ નથી

દેશ અને રાજ્યની સાથે ગાંધીનગરને પણ મેલેરિયા મુક્ત કરવાની નેમ સાથે મહાપાલિકા દ્વારા શહેરી મેલેરિયા ટીમને કામે લગાડાઇ છે. પરંતુ દરેક ઘર પર ફરીને કામ કરતા ફીલ્ડ વર્કરના મુદ્દે તંત્રની સ્થિતિ ખુબ જ ગરીબ છે અને 200 માણસોની જરૂરતની સામે માત્ર 16 ફીલ્ડ વર્કર દ્વારા ગાડું ગબડાવવાની ગુનાહિત રીત રસમ અપનાવાઇ છે. તેમાં પણ કામ કરતા યુવાનોનું આર્થિક શોષણ કરાઇ રહ્યું છે. સરકારી તંત્ર દ્વારા આ રોજમદાર કર્મચારીઓને દિવસના માત્ર રૂપિયા 140 લેખે પગાર ચૂકવાય છે.