કડાદરા ગામે હત્યાનો ભોગ બનનારાના પરીવારને પ્રદેશના અગ્રણીઓ મળ્યા 

દહેગામ તાલુકાના કડાદરા ગામે હત્યાનો ભોગ બનનારા જિલ્લા કોંગ્રેસના મહામંત્રીનું શુક્રવારે બેસણુ હોવાથી પ્રદેશના અગ્રણીઓ કડાદરા ગામ ખાતે આવી પહોંચી મૃતકના પરિવારજનોને મળ્યા હતા. 
કડાદરા રહેતા ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રણવીરસિંહ બિહોલા પર નવરાત્રિ દરમ્યાન ગરબાના સ્થળે ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. મૃતક રણવીરસિંહનું શુક્રવારે કડાદરા ખાતે બેસણું હોવાથી કોંગી અગ્રણી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા,પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર,પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.