મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી જેવા છે : થરૂર

પોતાના નિવેદનો અને ટ્વિટના કારણે વારંવાર વિવાદોમાં રહેતા કોંગ્રેસી નેતા શશિ થરૂરે આજે ફરી એક વખત વિવાદિત નિવેદન કર્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. થરૂરે બેંગ્લુરુમાં કહ્યું કે, RSSના એક વ્યક્તિએ એક પત્રકારને કહ્યું છે કે મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી જેવા છે. તમે ન તો તેને હાથથી હટાવી શકો છો કે ન તો ચપ્પલથી મારી શકો છો.