આતંકી હાફીઝે કર્યું મતદાન, નવાઝ-ઈમરાનની પાર્ટી વચ્ચે અથડામણ

નવા પાકિસ્તાન માટે જનતા આજે નવી સરકારની પસંદગી કરશે. વડાપ્રધાન પદના ત્રણ દાવેદાર છે. તેમાં સૌથી મજબૂત દાવેદારી ઈમરાન ખાનની છે જે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ છે. તેઓ અત્યાર સુધીમાં સૌથી વધારે સીટો જીતવાની આશા રાખી રહ્યા છે. બીજા દાવેદાર છે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન)ના અધ્યક્ષ શહબાજ શરીફ છે. નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ ચૂંટણી રેસમાંથી હટ્યા પછી તેઓ પાર્ટીનો મુખ્ય ચહેરો છે.