મહાપાલિકાની નવી કચેરીની ઇમારત ફાયર સ્ટેશનના સંકુલમાં બાંધવાનો નિર્ણય

મહાપાલિકાની નવી કચેરીની ઇમારત સેક્ટર 17માં હાલના ફાયર સ્ટેશનના સંકુલમાં બાંધવાનો નિર્ણય લેવાયો છે. તેના માટે રૂપિયા 20 કરોડના ખર્ચની જોગવા કરવામાં આવેલી છે. આગામી પખવાડિયા દરમિયાન બાંધકામ શરૂ કરવા માટે સર્વ પ્રથમ તો હાલના ફાયર સ્ટેશનની ઇમારતને જમીન દોસ્ત કરી દેવામાં આવનાર છે. ત્યારે ફાયર સ્ટેશન માટે સેક્ટર 22ના મેદાનમાં રંગમંચની નજીક શેડ બાંધીને હંગામી વ્યવસ્થા કરીને ફાયર સ્ટેશનને ત્યાં કાર્યરત કરી દેવામાં આવશે. ફાયર બ્રિગેડના આગ ઓલવવા માટે કામમાં લેવાતા વાહનો માટે રંગમંચમાંથી જ પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવશે.