જૂનાગઢમાં બીજા દિવસે પણ 3 ઇંચ વરસાદ વીલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો

ગુરૂવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું હતું. ત્યારે આજે શુક્રવારે ફરી વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જૂનાગઢમાં ફરી વધુ 3 ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે તેમજ વિલીંગ્ડન ઓવરફ્લો થતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જૂનાગઢમાં સતત બીજા દિવસે મેઘ મહેર યથાવત રહી છે. જૂનાગઢમાં રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં બીજા દિવસે 3 ઇંચ વરસાદ પડી ગયો હતો.