લશ્કર વચ્ચે ફ્રીકવન્સી મેચ કેવી રીતે થઇ રહી છે?

હેબૂબા મુફ્તી સરકારને સમર્થન પાછું ખેંચ્યા પછી શનિવારે પ્રથમવાર ભાજપના અધ્યક્ષ અમિત શાહ જમ્મુ પહોંચ્યા હતા. તેમણે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનના દિવસ નિમિત્તે એક રેલીમાં કહ્યું- કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ નિવેદન આપે છે અને લશ્કર-એ-તૈયબા તરત તેનું સમર્થન કરે છે. હું કોંગ્રેસ અધ્યક્ષને પૂછવા માંગું છું કે તેમના નેતા અને લશ્કર વચ્ચે ફ્રીકવન્સી મેચ કેવી રીતે થઇ રહી છે? શાહે કહ્યું કે જે નિવેદન આઝાદે કર્યું તેને હું દોહરાવી નથી શકતો.