ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કીંગમાં ભારતે મોટી છલાંગ લગાવી

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કીંગમાં ભારતે મોટી છલાંગ લગાવી છે. વિશ્વ બેન્ક તરફથી જાહેર કરવામાં આવેલા વર્તમાન ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ(ડીબીઆર-2019)માં ભારતે 23 પોઈન્ટ આગળ સરકી 100મા સ્થાનથી 77મું સ્થાન મેળવ્યુ છે. છેલ્લા બે વર્ષમાં ભારતના રેન્કીંગમાં 53 પોઈન્ટનો સુધારો જોવા મળી રહ્યો છે. વર્લ્ડ બેન્કે 190 દેશોની યાદીમાંથી આ યાદી જાહેર કરી છે.