સૌરાષ્ટ્ર અને ઉ.ગુ.ના 10 હજાર રત્નકલાકારો બેરોજગાર

સૌરાષ્ટ્ર અને ઉ.ગુ.ના 10 હજાર રત્નકલાકારો બેરોજગાર થતા જોબવર્ક માટે સુરતથી 2000 કેરેટ સુધીના રફ હીરા પહોંચાડાશે. આના માટે શહેરના ડાયમંડ અગ્રણીઓ ઓછા જથ્થામાં રફ ડાયમંડની સપ્લાય આપવા તૈયારી બતાવી છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(જીજેઇપીસી)ના રીજનલ ઓફિસના પદાધિકારીઓની મધ્યસ્થીમાં મંગળવારે 7 જિલ્લાના ડાયમંડ એસો.ના પ્રમુખોની મિટીંગમાં આ નિર્ણય કરાયો હતો. એક વર્ષમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 30% હીરા એકમો બંધ થયા છે.