તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ઉપાધ્યક્ષએ PM મોદીને લઈને એક મોટું નિવેદન 

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના નેતૃત્વમાં નવી સરકારની રચના થઈ છે. ઈમરાન ખાન પછી આજે તેમની કેબિનેટના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યાં. ત્યારે વિદેશ મંત્રીની જવાબદારી મળતાં જ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરૈશીએ PM મોદીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. આ ઉપરાંત ઈશારાઓમાં તેઓએ ભારતને પણ ટાર્ગેટ કર્યું છે. જો કે પાકિસ્તાનના વિદેશ પ્રધાનના દાવાને ફગાવતાં ભારતે કહ્યું કે વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને વડાપ્રધાન બનવા બદલ ફક્ત અભિનંદનનો પત્ર જ લખ્યો છે.