વાયુ સેનાનું MiG 21 ફાઈટર પ્લેન ફરી ક્રેશ થયું

વાયુ સેનાનું MiG 21 ફાઈટર પ્લેન ફરી ક્રેશ થયું છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં બુધવારે વિમાન ક્રેશ થયું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ આ ફાઈટર પ્લેન પંજાબના પઠાનકોટથી આવી રહ્યું હતું. આ દુર્ઘટનામાં પાઇલટ ગુમ છે. ત્યારે બચાવ દળની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે.