મોદી સરકારના ટોચના પ્રધાનનો મોદી સામે કટાક્ષઃ

ભાજપ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એ ત્રણ રાજ્યોમાં હારી ગયો તેના કારણે ભાજપમાં જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે અસંતોષની લાગણી છે. મોદી સરકારના પ્રધાન નીતિન ગડકરીએ આ અસંતોષ જાહેરમાં પ્રગટ કરતાં અમિત શાહ અને મોદી સામે મોરચો માંડ્યો છે.

નિતિન ગડકરીએ આ રાજ્યોમાં ભાજપની હાર માટે પક્ષના ટોચના નેતાને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે નરેન્દ્ર મોદી પોતાના ભાષણોમાં જવાહરલાલ નેહરુની ટીકા કરે છે તેની બિલકુલ વિરૂધ્ધ વલણ લેતાં નેહરુના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સિસ્ટમને સુધારવા માટે અન્યો તરફ આંગળી કેમ ચીંધો છો? પોતાની તરફ કેમ નહીં?

ગડકરીએ કહું કે, મને યાદ છે કે જવાહરલાલ નેહરુ હંમેશા કહેતા હતા કે ભારત કોઇ દેશ નહીં લોકોનો એક સમૂહ છે, જો દરેક વ્યક્તિ કોઇ સમસ્યા જ ઉભી ન કરે તો દેશની અડધી સમસ્યાઓનો તો એમ જ નિકાલ આવી જાય. દરેક વ્યક્તિએ એવું વિચારવું જોઇએ કે તે આ દેશ માટે સમસ્યા ઉભી નહીં કરે. હું પણ તેવું જ વિચારવા માગુ છું.