જલાલાબાદમાં રવિવારે શીખ અને હિંદુઓ પર આત્મઘાતી હુમલો થયો

જલાલાબાદમાં રવિવારે શીખ અને હિંદુઓ પર આત્મઘાતી હુમલો થયો જેમાં 19 લોકોએ જીવ ગુમાવ્યો, 20 ઘાયલ થયા. આ લોકો રાષ્ટ્રપતિ અશરફ ગનીને મળવા ગવર્નર હાઉસ જઈ રહ્યા હતા. નંગરહાર પ્રાંતના પ્રવક્તા ઈનામુલ્લા મિયાંખલીએ જણાવ્યું કે માર્યા ગયેલા 19માંથી 17 લોકો લઘુમતી સમુદાયના હતા. જેમાંથી 11 શીખ હતા. 6 હિંદુ અને 2 અન્ય હોવાના અહેવાલ છે. વડાપ્રધાન મોદીએ હુમલાની નિંદા કરી છે. તેઓએ ટ્વીટમાં લખ્યું, "આ અફઘાનિસ્તાનની વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ પર હુમલો છે. મૃતકોની પરિવારની સાથે મારી સંવેદનાઓ છે. હું ઘાયલો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું. દુઃખની આ ઘડીમાં ભારત અફઘાનિસ્તાનની સાથે છે."