આ વખતે અમરનાથ યાત્રા 40 દિવસ ચાલશે

વહેલી સવારે જમ્મુના ભગવતી નગર બેસ કેમ્પથી યાત્રીઓનું પહેલું ગ્રૂપ રવાના થયું છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમ, રાજ્યપાલના સલાહકાર બીબી વ્યાસ અને વિજય કુમારે યાત્રાળુઓને લીલી ઝંડી બતાવીને આ યાત્રાની શરૂઆત કરાવી છે. આ પહેલાં જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ એનએન વોહરાએ સુરક્ષાબળો સાથે બેઠક કરી હતી. આ વખતે અમરનાથ યાત્રા 40 દિવસ ચાલશે. આજથી શરૂ થયેલી યાત્રા 26 ઓગસ્ટે પૂરી થશે.