મહાપાલિકા દ્વારા 1500 જેટલા ગેરકાયદે બાંધકામના સંબંધમાં એકવાર જાહેર નોટિસ

નગરમાં મહાપાલિકા દ્વારા 1500 જેટલા ગેરકાયદે બાંધકામના સંબંધમાં એકવાર જાહેર નોટિસ બહાર પાડીને દબાણો સ્વેચ્છાએ ખસેડવા સંબંધિતોને જણાવ્યા પછી હવે ફરથી છુટક નોટિસ આપવાનું શરૂ કર્યું છે. બે દિવસ પહેલા સેક્ટર 7માં રહેણાંકમાં ચાલતા 23 હોસ્પિટલ, દવાખાનાને નોટિસ આપ્યા પછી બુધવારે સેક્ટર 1, 2 અને 3માં ગેરકાયદે બાંધકામ સ્વેચ્છાએ હટાવવા માટે 40 એકમને નોટિસ અપાઈ છે.