માતાના દર્શન કરવા માટે જઈ રહેલ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ચેનાબ નદીમાં ખાબકી

જમ્મુ-કાશ્મીરમાં એક ભયાનક અકસ્માત થયો છે. માતાના દર્શન કરવા માટે જઈ રહેલ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ચેનાબ નદીમાં ખાબકી છે. ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે. જોકે મરનારાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે.દ્ધાળુઓ માછિત માતાના દર્શને જઇ રહ્યા હતા. અત્યાર સુધી 11 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. હજી સુધી એ નક્કી થયું નથી કે આ બસમાં કેટલા લોકો સવાર હતા. જાણકારી પ્રમાણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.