મોદી ચીનના પ્રેસિડન્ટ અને રશિયાના પ્રેસિડન્ટ સાથે મુલાકાત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ્હોનિસબર્ગ, સાઉથ આફ્રિકામાં 10મી બ્રિક્સ સમિટમાં સંબોધન કરશે. આ વર્ષની સમિટની થીમ 'બ્રિક્સ ઇન આફ્રિકા - ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને વિકાસનું જોડાણ.' ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય 4 બ્રિક્સ દેશો - બ્રાઝિલ, રશિયા, ચીન અને સાઉથ આફ્રિકાના લીડર્સ આ મીટિંગમાં ભાગ લેશે.