કાશ્મીરમાં 8 પોલીસ કર્મીઓના પરિવારજનોને કિડનેપ કર્યા

જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના પોતાના મનસુબાને સફળ કરાવવા માટે આતંકીઓએ દરેક હદોને પાર કરી દીધી છે. પહેલા સામાન્ય નાગરિકો અને સેનાના અધિકારીઓને નિશાન બનાવ્યા બાદ હવે આતંકીઓના નિશાના પર પોલીસકર્મીઓના પરિવારજનો અને સંબંધીઓ આવી ગયા છે.આતંકીઓએ લગભગ 8 લોકોનું અપહરણ કરી લીધું છે, જે આઠ લોકોને કિડનેપ કરવામાં આવ્યા છે તે બધા પોલીસકર્મીઓના સંબંધીઓ છે. આમાં પોલીસકર્મીઓના પુત્રો અને ભાઇઓ પણ સામેલ છે. પોલીસે બધાને શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવ્યું છે.