સૂર્યની સૌથી નજીક જનારું પાર્કર યાન લોન્ચ

નાસાએ સૂરજને અડકવાના પોતાના ઐતિહાસિક મિશન અંતર્ગત રવિવારે પાર્કર યાન લોન્ચ કર્યું. શનિવારે હીલિયમ એલાર્મ વાગવાને કારણે લોન્ચિંગ ટળ્યું હતું. આ યાનને ડેલ્ટ-4 રોકેટથી કેપ કેનરવલ સ્ટેશનથી મોકલવામાં આવ્યું. આ 85 દિવસ પછી 5 નવેમ્બર સૂર્યની કક્ષામાં પહોંચશે. આગામી 7 વર્ષ સુધી આ સૂર્યના કોરોના 24 ચક્કર લગાવશે. આ યાન સૂર્યની સૌથી નજીક પહોંચીને તેની ચકાસણી કરશે. નાસાના કહેવા મુજબ આ યાનને સૂર્યના વાતાવરણ કે કોરોનામાં જવા માટે ડિઝાઇન કરાયું છે.પાર્કર સોલર પ્રોબ પોતાની સાથે ઘણાં ઉપકરણો લઈ ગયું છે, જે સૂરજનો અંદરથી અને આસપાસ કે પ્રત્યક્ષ રીતે અભ્યાસ કરશે.