ચીને પાકિસ્તાનની ભારત સાથેની શાંતિવાર્તાની પહેલનું સમર્થન

ચીને પાકિસ્તાનની ભારત સાથેની શાંતિવાર્તાની પહેલનું સમર્થન કર્યું છે. ચીને કાશ્મીરનું નામ લીધા વગર કહ્યું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે વર્ષોથી ચાલી રહેલો વિવાદ વાતચીતથી ઉકેલી શકાય છે. જુલાઈમાં ચૂંટણીમાં જીત પ્રાપ્ત કર્યાં બાદ ઈમરાને પોતાના પહેલાં ભાષણમાં ભારતની સાથે વિવાદ ખતમ કરવા માટે વાતચીતની ઈચ્છા વ્યક્ત કરી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી ચીન ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં પ્રવેશ માટે પાકિસ્તાનનું સમર્થન અને ભારતનો વિરોધ કરી રહ્યાં છે.