અમદાવાદ ના ઈસરોના પ્રદર્શન વિભાગમાં અચાનક લાગી આગ

અમદાવાદમાં આવેલા ઈસરોમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ચારથી પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.સુત્રોના જણાવ્યા પ્રમાણે ઈસરોમાં આવેલા પ્રદર્શન વિભાગના શુક્રવારે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના બનાવની ફાયર બ્રિગેડને જાણ કરતાં એક પછી એક ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી છે.મળતી માહિતી પ્રમાણે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગના કારણે ભારે નુકસાન થયો હોવાનું જાણવા મળ્યું છે. આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યું નથી.