સાવરકુંડલાથી ઊંઝા જઈ રહેલી બસનો ટ્રક સાથે અકસ્માત

અમરેલીના વરસડા ગામ પાસે આજે વહેલી સવારે સાવરકુંડલાથી ઊંઝા જઈ રહેલી બસનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઘટનાસ્થળે જ 4નાં મોત નિપજ્યા હતા જ્યારે 28 મુસાફરો ઘાયલ થયા હતા. એસટી બસ અને ટ્રક સામસામે અથડાતાં બસનો આગળનો ડ્રાઈવર સાઈડનો અને ટ્રકનો આગળનો ડ્રાઈવર સાઈડનો ભાગ બૂકડો બોલી ગયો હતો.