અમરનાથ અને કૈલાસ માનસરોવર યાત્રા ખોરંભે પડી

અમરનાથ અને કૈલાસ માનસરોવર યાત્રા ખોરંભે પડી ગઈ છે. ખરાબ વાતાવરણને કારણે નેપાળમાં એક હજાર ભારતીય શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા છે. તો બીજી બાજુ અમરનાથ યાત્રાના માર્ગ પર ભૂસ્ખલનને કારણે સતત બીજા દિવસે પણ યાત્રા સ્થગિત રહી હતી. હજી 7 દિવસ યાત્રા ઠપ રહેશે. હેલિકોપ્ટર સેવા પણ બંધ કરી દેવાઈ છે. બાલતાલ પાસે ભારે વરસાદ અને ભેખડ ધસી પડવાનાકારણે રસ્તા બંધ થઇ ગયા છે.જયારે પુલ તૂટી પડયો હોવાને કારણે અમરનાથયાત્રા અટકી ગઇ છે. ગુજરાતમાંથી ગયેલા સેંકડો શ્રદ્ધાળુઓ અલગ અલગ ઠેકાણે ફસાયેલા છે.