પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી યુકેમાં હોવાની ખાતરી

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી યુકેમાં હોવાની ખાતરી થઈ છે. યુકે ઓથોરિટી દ્વારા જ આ વાત કન્ફર્મ કરવામાં આવી કે નીરવ મોદી તેમના દેશમાં જ છે. ત્યારપછી હવે સીબીઆઈએ પ્રત્યાર્પણની અરજી કરી છે.પીએનબી કૌભાંડ સામે આવ્યા પછી નીરવ મોદી ઘણી વાર તેની જગ્યા બદલી ચૂક્યો છે. થોડા સમય પહેલાં જ એવું જાણવા મળ્યું હતું કે નીરવ મોદીએ સિંગાપોરની નાગરિકતા મેળવવા માટે પણ અરજી કરી હતી પરંતુ સિંગાપોરની સરકારે તેને નાગરિકતા આપવાની ના પાડી દીધી હતી.