કુલગામમાં તહેનાત ભારતીય સેનાના અધિકારીનો વીડિયો વાયરલ

દક્ષિણ કાશ્મીરના કુલગામમાં તહેનાત ભારતીય સેનાના અધિકારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગામના કેટલાક લોકોને સમજાવતા જોવા મળી રહ્યા છે. અધિકારીએ ફરિયાદ કરવા આવેલા લોકોના બાળકોને હિંસા અને પથ્થરબાજીની ઘટનાઓથી દૂર રહેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં આતંકી તમારા બાળકોને મારી રહ્યા છે, પરંતુ સેના તમારી રક્ષા માટે અહીં તહેનાત છે. સેનાના આ અધિકારી કોણ છે, તેની જાણકારી હાલ નથી મળી.