ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્ર, સરસપુરમાં ભવ્ય સામૈયા સાથે મોમેરું

રથમાં આરુઢ ભગવાન જગન્નાથની CM અને Dy.CMએ પહિંદવિધિ કરી હતી અનેનીજ મંદિરથી રથ નગરચર્યા માટે નીકળ્યા હતા. પ્રથમ રથ જગન્નાથનો, બીજો રથ સુભદ્રાજી , ત્રીજા નંબરે મોટા ભાઈ બલભદ્રજીનો રથ છે. રથયાત્રા એક કલાક મોડી શરૂ થઈ હતી. ભગવાન જગન્નાથની રથયાત્રા મોસાળ સરસપુર પહોંચી છે. અહીં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મામેરાંમાં મોસાળવાસીઓ મનમૂકીને નાચ્યા હતા. મામેરુંમાં સરસપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.