ભાજપ કાર્યકર્તાઓએ સ્વામી અગ્નિવેશ સાથે કરી મારપીટ

સતત વિવાદોથી ઘેરાયેલા રહેતા સ્વામી અગ્નિવેશની આજરોજ ભાજપના યુવામોરચાના કાર્યકર્તાઓએ ઝારખંડના પાકુડમાં મારપીટ કરી હતી. કાર્યકર્તાઓએ સ્વામીની પાકુડ યાત્રાનો વિરોધ કર્યો હતો.આ સમયે કાળા વાવટા ફરકાવી તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં સ્વામી અગ્નિવેશના કપડાં ફાટી ગયા હતા.આપને જણાવી દઇએ કે, સ્વામી અગ્નિવેશે તાજેતરમાં ગૌમાંસ અંગે નિવેદન આપેલ જેમાં તેમણે ગૌમાંસ ખાવાની વાત કરી હતી. આ સંદર્ભમાં ભાજપના અને વિદ્યાર્થી પરિષદના લોકોએ મારપીટ કરી હતી.