માણસા તાલુકાનાં વરસોડાનાં 42 વર્ષિય યુવાનનું ફ્લુથી મોત

જિલ્લામાં ચાલુ સિઝનમાં સ્વાઇન ફ્લુનાં 13 કેસો નોંધાયા છે. જેમાં ગુરૂવારે અમદાવાદની એક હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુની સારવાર મેળવી રહેલા માણસા તાલુકાનાં વરસોડાનાં 42 વર્ષિય યુવાનનું મૃત્યુ થતા ગાંધીનગરનાં મુક્તિધામમાં જ અંતિમ સંસ્કાર કરાવાયા હતા. બીજી તરફ સ્વાઇન ફ્લુ, વાઇરલ બિમારીનાં વધી રહેલા કેસો સામે નાગરીકોમાં રોગ પ્રતિકારક શક્તિ કેળવવા જિલ્લા આયુર્વેદીક વિભાગ દ્વારા પોર, જમીયતપુરા, અમીયાપુર, સરઢવ, કુડાસણ, પરબતપુરા,ઇસંડ, મગોડી, ટીંટોડા, ખાપુર, સેકટર 7, સેકટર 29, કલોલ, ગાંધીનગર સિવિલ, રખીયાલ તથા ચરાડામાં આયુર્વેદીક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે.