ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુ  કાબુમાં રાખવા તંત્ર દ્વારા કવાયત

ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના રોગચાળાને કાબુમાં રાખવા આરોગ્ય શાખા અને મેલેરિયા તંત્ર દ્વારા જે કવાયત શરૂ કરવામાં આવી છે. તેમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા મહાપાલિકા વિસ્તારમાં આવેલા 53, 928 ઘર પર પહોંચીને મચ્છરનાં બ્રિડીંગ અને પોરાની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન પાણીનો સંગ્રહ કરવાના વાસણ અને સાધનો, ઉપરાંત ફૂલછોડના કુંડા મળીને 1.10 લાખ પાત્ર તપાસવામાં આવ્યા હતાં.