મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેયર પદ માટે ચૂંટણી કરવામાં આવશે

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાશે જેમાં મેયર પદ માટે ચૂંટણી કરવામાં આવશે.મહત્વનું છે કે, મુખ્ય ચૂંટણીમાં  ભાજપ કોંગ્રેસ પાસે 16-16 સીટ હતી પરંતુ જે તે સમયે કોંગ્રેસના પ્રવિણ પટેલ મેયર પદ માટે ભાજપમાં જોડાયા હતા. તેઓ ભાજપમાં જોડાઈને મેયર બનતા કોંગ્રેસે પક્ષાંતર ધારા હેઠળ કેસ કર્યો હતો.કેસની વચ્ચે પણ પ્રવિણ પટેલે પોતાની મેયર પદની ટર્મ પુરી કરી. જોકે, 2.5 વર્ષની ટર્મ પુરી થતા ફરીથી ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ વખતે મેયરની બેઠક મહિલા માટે અનામત છે. હાલ તો ભાજપ પાસે પ્રવિણ પટેલ સહિત 17 સભ્યોનું સંખ્યા બળ છે અને કોંગ્રેસ પાસે 15 સભ્યોનુ સંખ્યાબળ છે.