મલેશિયામાં ભૂતપૂર્વ વડાપ્રધાન નજીબ રજાકના 6 મકાનો પર દરોડા

મલેશિયામાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા ભૂતપૂર્વ વડાપ્રધાન નજીબ રજાકના 6 મકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 27 કરોડ 30 લાખ ડોલર (અંદાજિત 1872 કરોડ રૂપિયા)ની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમાં નાણાં, ઘરેણાં અને લક્ઝરી હેન્ડબેગ સામેલ છે. આ દરોડા ગયા મહિને જ પાડ્યા છે, તેની કિંમતનું અનુમાન લગાવવા અને દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરવામાં 41 દિવસ લાગી ગયા. પોલીસે આજે આ અંગે ખુલાસો કર્યો છે.