રોહિત શર્મા ફરી એકવાર આક્રમક બેટિંગ કરતા જોવા મળ્યા

રોહિત શર્મા ફરી એકવાર આક્રમક બેટિંગ કરતા જોવા મળ્યા. લખનઉમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં રોહિત શર્માએ માત્ર 11 રન બનાવતાની સાથે જ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો.
જો કે વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં રોહિત શર્માએ 111 રન મારીને અણનમ રહ્યા. વિરાટ કોહલીએ 62 ટી-20 મેચમાં 2 હજાર 102 રન બનાવ્યા છે. તો રોહિતે 86 ટી-20 મેચ રમીને 2 હજાર 203 રન બનાવ્યા.
આટલું જ નહી રોહિત શર્મા ટી-20માં સૌથી વધુ સિક્સર મારનાર બીજા નંબરના ખેલાડી બન્યા છે. ટી-20માં રોહિત શર્માએ 94 સિક્સર મારી છે.