કેરળ રાજ્યના 14માંથી 12 જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ

આખા કેરળમાં બુધવારે ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 14માંથી 12 જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે. મધ્ય કેરળના ઘણા વિસ્તારોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણપણે ઠપ્પ થઇ ચૂક્યું છે. દક્ષિણ રેલવે અને કોચિ મેટ્રોએ પોતાની સેવાઓ સ્થગિત કરી દીધી છે. બુધવારે ઇડુક્કી, મુલ્લાપેરિયાર અને ઇડમલયાર સહિત 35 બંધના ગેટ ખોલવાથી ઘણા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા. પેરિયાર નદીનું જળસ્તર વધવાથી કોચિ પર ખાસી અસર થઇ છે. અહીંના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે.