સાઉદી અરબમાં મહિલા ડ્રાઈવિંગ માટે એક નવા યુગની શરૂઆત કરી

અસીલ અલ-હમદ નામની મહિલાએ રવિવારે હજારો સમર્થકોની સામે રનોલ્ટ ફોર્મ્યૂલા વન કાર ચલાવીને સાઉદી અરબમાં મહિલા ડ્રાઈવિંગ માટે એક નવા યુગની શરૂઆત કરી. ફ્રેન્ચ ગ્રાન્ડ પ્રી પહેલા લે કોસ્ટેલેટ સર્કિટમાં ફોર્મ્યૂલા વન ચલાવનારી તે પ્રથમ સાઉદી મહિલા બની ગઈ છે.