દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની મહેર

દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની મહેર થઇ હતી. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો હતો. તે સિવાય સૌરાષ્ટ્રના જામનગર અને ગીરસોમનાથ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તે સિવાય નવસારી, વલસાડ અને સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. સુરતના પાંડેસરા, કતારગામ, ડભોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.