ભારતનો 8 વિકેટે વિજય, રોહિત શર્માના અણનમ 152 રન

વેસ્ટ ઈન્ડિઝે મેચ જીતવા આપેલા 323 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી ભારતીય ટીમે 42.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 326 રન બનાવી મેચ જીતી લીધી હતી. રોહિત શર્મા 152 રને અણનમ રહ્યો હતો. તેણે વિરાટ કોહલી (140 રન) સાથે મળી બીજી વિકેટ માટે 246 રનની ભાગીદારી કરી હતી. અંબાતી રાયડૂ 22 રને અણનમ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી બિશુ અને થોમસને 1-1 વિકેટ મળી હતી.