નવરાત્રી વેકેશનમાં કુલ આઠ દિવસ છે, દશેરાની તો દરવર્ષે જાહેર રજા હોય છે

કોલેજોની પરીક્ષાઓ તા. 22 ઓક્ટોબરથી તા. 3 નવેમ્બર દરમિયાન લેવાશે. જ્યારે સ્કૂલોમાં ધો. 9 થી 12ની પરીક્ષાઓ નવરાત્રિ વેકેશન પછી તા. 19 થી 30 ઓક્ટોબર દરમિયાન લેવાશે. તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે, નવરાત્રી વેકેશનમાં કુલ આઠ દિવસ છે, પરંતુ દશેરાની તો દરવર્ષે જાહેર રજા હોય છે એટલે નવરાત્રિ માટે સાત શૈક્ષણિક દિવસો વેકેશનના અપાયા છે. આથી સાત દિવસના દિવાળી વેકેશનમાં કાપ મૂકીને તા. 5 નવેમ્બરથી 18 નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશન રહેશે.