હિમાચલ પ્રદેશમાં કસોલ પાસે કતાગલા ગામમાં વાદળ ફાટ્યું

હાલ હિમાચલ પ્રદેશમાં ટ્રેકિંગ કેમ્પની મૌસમ ચાલી રહી છે. ગુજરાત સહિત દેશભરમાંથી લોકો ટ્રેકિંગ કરવા માટે પહાડોમાં જાય છે. ત્યારે અમદાવાદનો એક યુવાન અને તેની ટીમ પણ હિમાચલ પ્રદેશના કસોલમાં ટ્રેકિંગ કેમ્પ ચલાવી રહ્યા છે. રવિવારે સાંજે કસોલ પાસે કતાગલા ગામમાં વાદળ ફાટ્યું ત્યારે અમદાવાદના બે યુવાનો સહિત 6 ગુજરાતીઓ કેમ્પ સાઇટ પર હાજર હતા. તે સમયે એટલું ઝડપથી પાણી આવ્યું કે તેઓ કંઇ બુમ પાડે તે પહેલા બધુ વહેવા લાગ્યું હતું. તેઓ જીવ બચાવવા માટે ઊંચી ટેકરી પર દોડ્યા હતા. હાલ તેમની પહેરેલા કપડાં સિવાય કશું નથી.