કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું 59 વર્ષની વયે નિધન

કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું સોમવારે વહેલી સવારે નિધન થયું છે. તેઓ 59 વર્ષના હતાં. છેલ્લાં કેટલાક મહિનાઓથી તેઓ કેન્સરથી પીડાતા હતાં. ઓક્ટોબરમાં ન્યૂયોર્કમાં મેમોરિયલ સલોઅન કેટેરિંગ સેન્ટરથી ઈલાજ કરાવીને પરત ફર્યા હતા. તબિયત બગડતાં તેમને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કુમારને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.