ભાજપના નેતા જયંતિ ભાનુશાળી સામે બળાત્કારની ફરિયાદમાં ચોંકાવનારો વળાંક

ભાજપના નેતા જયંતિ ભાનુશાળી સામે બળાત્કારની ફરિયાદમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. બળાત્કારની ફરિયાદ કરનાર યુવતીનો પૂર્વ પતિ મીડિયા સામે આવ્યો છે અને તેણે દાવો કર્યો છે કે, તેની પૂર્વ પત્નીને 70થી 80 પુરુષો સાથે શારીરિક સંબંધો છે. યુવકે તેની પૂર્વ પત્નીએ અનેક રાજકીય નેતાઓને પણ ફસાવ્યા હોવાનો દાવો કર્યો છે. ત્યારે હવે પીડિતા ફરીથી મીડિયા સામે આવી છે અને તેણે પતિના આક્ષેપો ફગાવી દીધા છે અને ન્યાયની માંગણી કરી છે. પીડિતાએ દહેજની માંગણીને કારણે છૂટાછેડા લીધા હોવાની પણ સ્પષ્ટતા કરી હતી.