અંધેરીમાં ઓબેરોય હોટલ નજીક આવેલા આ ફ્લેટમાં આકસ્મિક રીતે આગ

અંધેરીમાં આવેલા એક ફ્લેટમાં કોઈ કારણોસર આગ લાગતા બે લોકોનાં મોત થયા. અંધેરીમાં ઓબેરોય હોટલ નજીક આવેલા આ ફ્લેટમાં આકસ્મિક રીતે આગ લાગતા ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી.ઘટનાના પગલે પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચ્યા અને ફાયર વિભાગે ફ્લેટમાંથી પાંચ લોકોને બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે, આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યુ નથી