સેક્ટર 11માં બહુમાળી વાણિજ્ય ઇમારતોમાં 90 જેટલા એકમોને નોટિસ

સેક્ટર 11માં બહુમાળી વાણિજ્ય ઇમારતોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની અને સ્ટોરના હેતુ માટે જ જે તે સમયે મંજુરીઓ અપાઇ હોવા છતાં ત્યાં દુકાન, ઓટલા સહિતના બાંધકામ તાણી બાંધ્યા હતા. આ મુદ્દે 90 જેટલા એકમોને નોટિસ આપી હતી, તમામને પુરાવા રજૂ કરવા માટે તક અપાયા પછી 3 દિવસની સમય મર્યાદા બાદ પણ વધારાના દિવસો અપાયા હતા. સોમવારે અભિષેક બિલ્ડીંગમાં 13 અને વિજ કોમ્પલેક્સમાં 9 એકમને સીલ માર્યા હતા.