પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 1 નેતા સહિત 20નાં મોત, 50થી વધુ ઘાયલ

પાકિસ્તાનના પેશાવરમાં મંગળવારે મોડી રાતે એક આત્મઘાતી હુમલાખોરે ચૂંટણીરેલીને નિશાન બનાવી. ધમાકામાં 20 લોકોનાં મોત થઇ ગયાં. 50થી વધુ લોકો ઘાયલ છે. માર્યા ગયેલા લોકોમાં એક અવામી નેશનલ પાર્ટી (ANP) ના નેતા હારૂન બિલૌર પણ સામેલ છે. બિલૌર પેશાવર શહેરના પીકે-78 સીટથી ઉમેદવાર હતા. તેઓ અહીંયા બીજા નેતાઓ સાથે મુલાકાત માટે રોકાયા હતા. જેવા તેઓ સ્ટેજ પર પહોંચ્યા, તો હુમલાખોરે જાતને ઉડાવી દીધી. બિલૌરને ખાસી ઇજા થઇ. તેમને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.