ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના, રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના.’

‘ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના, રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના.’ આવું જ કંઇક શુક્રવારે ત્રીજા નોરતા દરમિયાન ગરબા રમવા નીકળેલા ખેલૈઓમાં મનમાં હતું અને એટલે જ તેઓ બમણા ફોર્સથી શહેરની ક્લબોમાં ગરબા રમતા જોવા મળ્યા. શહેરના એસ.જી.હાઇવે પર આવેલી ક્લબો ગરબાનું હોટ ડેસ્ટિનેશન બન્યું હતું, જ્યાં ખેલૈયાઓ પૂર-જોશમાં ગરબા રમતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિવિધ યુનિવર્સિટીમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખેલૈયાઓ ગરબાનો સમય પૂરે-પૂરો વસૂલ કરવાના મૂડમાં જોવા મળ્યા હતા.