ધારાસભ્ય ઋષિકેસ પટેલની ઓફિસમાં તોડફોડના મામલે 2 વર્ષની સજા ફટકારી

પાટીદાર અનામત આંદોલનના પ્રારંભમાં વિસનગર ખાતે યોજાયેલી રેલી દરમિયાન ધારાસભ્ય ઋષિકેસ પટેલની ઓફિસમાં તોડફોડના મામલે થયેલા પોલીસ કેસ બાદ આજે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને રાયોટિંગના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે ત્રણેયને 2 વર્ષની સજા ફટકારી છે. જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્રણેય આરોપીઓને કોર્ટે જામીન આપ્યા હતા.