આકાશ અંબાણી અને ભાવિ પુત્રવધૂ શ્લોકા મહેતાની રિ-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઇ

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે ગુરુવારે તેમના પુત્ર આકાશ અંબાણી અને ભાવિ પુત્રવધૂ શ્લોકા મહેતાની રિ-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઇ હતી, જેમાં શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી, આલિયા ભટ્ટ, સચિન તેંડુલકર અને તેની પત્ની અંજલી, રણબીર કપૂર અને ફિલ્મ દિગ્દર્શક અયાન મુખરજી, પ્રિયંકા ચોપરા અને તેના બોયફ્રેન્ડ નિક જોનસ તથા કરણ જોહર સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. સેરેમની દરમિયાન આકાશ અંબાણીની બહેન ઈશાએ તેના ભાઈ-ભાભીની આરતી ઉતારી હતી અને આરતી બાદ શ્લોકા તેના નણંદ ઈશાને પગે લાગી હતી.