પૂર્વેાત્તર રાજ્યોમાં વરસાદથી 4 લાખ લોકો પ્રભાવિત : 23 લોકોના મોત

આસામમાં ચોતરફ પાણી થઇ જતાં લોકો જનજીવન પ્રભાવિત થયુ.પૂર્વોત્તર ભારત તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે. આના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાં પલટાવવાથી દિલ્હીમાં ધૂળવાળા વાતાવરણથી લોકોને રાહત મળી છે, ત્યારે આસામમાં પુરની સ્થિતિથી વધુ ખરાબ હાલત થઇ ગઇ છે. આનાથી 6 જિલ્લાઓમાં સાડા ચાર લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, અને 23 લોકોનું અત્યાર સુધી જીવ ગુમાવી ચૂક્યા છે.