સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને આકર્ષવા દરરોજ બે લેશર શો

કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના કિનારે તૈયાર કરાયેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બુધવારે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રીએ તા.1 નવેમ્બર, 2018થી સ્ટેચ્યુ ઓફ યુનિટી નાગરિકો માટે ખુલ્લું મકવાની જાહેરાત કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની પ્રતિમા નિહાળવા માંગતા પ્રવાસીઓ માટે નિયમિત રીતે સવારના 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી સમગ્ર પરિસર ખુલ્લું રહેશે.