એમેઝોન એક ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ ધરાવતી બીજી અમેરિકન કંપની

એમેઝોન એક ટ્રિલિયન ડોલર (71 લાખ કરોડ રૂપિયા) માર્કેટ કેપ વાળી અમેરિકાની બીજા નંબરની અને દુનિયાની ત્રીજા નંબરની કંપની બની ગઈ છે. તેનો શેર મંગળવારે 2 ટકા વધીને 2050.50ની સપાટીએ પહોંચી ગયો છે. આ તેજીના કારણે કંપનીની માર્કેટ વેલ્યુ વધી છે. એપલ 2 ઓગસ્ટે 1 ટ્રિલિયન ડોલરવાળી પહેલી અમેરિકન કંપની બની હતી. આ પહેલાં 2007માં શંઘાઈના શેરબજારમાં પેટ્રોચાઈનાનું માર્કેટ વેલ્યુશન આ સ્તરે પહોંચ્યું હતું. જોકે વેપાર પૂરો થતાં તે એક ટ્રિલિયન ડોલરની નીચે આવી ગઈ હતી.