નિર્ભયા ગેંગરેપ: સુપ્રીમ કોર્ટે ફગાવતાં તમામની ફાંસીની સજા યથાવત

વર્ષ 2012માં દિલ્હીમાં થયેલા નિર્ભયા ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસના ચાર દોષિતોમાંથી ત્રણની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવતાં તમામની ફાંસીની સજા યથાવત રાખી છે. ચુકાદા પહેલાં નિર્ભયાનો પરિવાર પોતાના વકીલ સાથે કોર્ટમાં પહોંચ્યા હતા. નિર્ભયાના માતા-પિતાએ દોષિતોને કડકમાં કડક સજા મળે તેવી અપીલ કરી હતી. જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે, "ગુનાકિય મામલાઓમાં રિવ્યૂ ત્યારે જ શક્ય છે કે જ્યારે કાયદામાં કોઈ સ્પષ્ટ ભૂલ હોય." નિર્ભયા કાંડના ચાર દોષિતોમાં સામેલ મુકેશ (29 વર્ષ), પવન ગુપ્તા (22 વર્ષ) અને વિનય શર્માએ ફાંસીની સજા પર પુર્નવિચારની અરજી કરી હતી.